ચાકગતિના લક્ષણો સમજાવો.
દઢ પદાર્થ તરીક ધાતુનો અથવા લાકડાનો નળાકાર છે.
આ નળાકારને ઢળતા સમતલની ટોય પરથી ગબડાવવામાં આવે છે, તેથી નળાકાર ઢાળની ટોચથી તળિયે આવે છે, તેથી સ્થાનાંતરિત ગતિ થાય છે.
પણ નળાકારના બધા જ કણો એકસરખા સમયમાં એકસરખું અંતર કાપે છે પછા તેના બધા જ કણો કોઈ એક ક્ષણે સમાન વેગથી ગતિ કરતાં નથી. એટલે કે નળાકારના અક્ષની નજીકના કણોનો વેગ ઓછો અને દૂરના કણનો વેગ વધુ હોય છે.
નળાકારની આવી ગતિ સ્થાનાંતરિત અને ચાકગતિની મિશ્રિત ગતિ છે.
જે આવા દઢ પદાર્થને એક સુરેખાને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે, તો આવી ગતિને ચાકગતિ કહે છે.
ચાકગતિ કરતો દઢ પદર્થ જે રેખાને અનુલક્ષીને સ્થિર હોય, તે રેખાની ભ્રમણ અક્ષ અથવા ભ્રમણકક્ષ અથવા ધરી કહે છે. ચાકગતિ કરતી દઢ વસ્તુના ઉદાહરણો : સિલિંગ ફેન, કુંભારનો ચાકડો, યકડોળ (મેરી-ગો રાઉન્ડ), મેળામાંનો વિશાળ ફાળકો (જાયન્ટ વ્હીલ) વગેરેમાં ચાકગતિ, કોઈ એક અક્ષને અનુલક્ષીને થતી હોય છે.
કણોના બનેલાં તંત્ર માટે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો.
સ્થાનાંતરિત ગતિ ઉદાહરણ આપી સમજાવો.
આકૃતિમાં દર્શાવેલ $0.2\, m$ વ્યાસ અને $2\, kg$ દળ ધરાવતી પુલી પર રહેલ $1\, kg$ દળના પદાર્થનો પ્રવેગ ($m / s ^{2}$ માં) કેટલો હશે?
એક પદાર્થ ચાકગતિ કરે છે. $\mathop A\limits^ \to$ એ પદાર્થની પરિભ્રમણ અક્ષની દિશાનો એકમ સદીશ છે અને $\mathop B\limits^ \to $ એ પદાર્થ પર રહેલા કણ $P$ જે અક્ષ થી થોડે દૂર છે તેના વેગનો એકમ સદીશ છે . તો $\mathop A\limits^ \to .\mathop B\limits^ \to $ નું મૂલ્ય કેટલું થાય $?$
શુદ્ધ સ્થાનાંતરિત ગતિમાં પદાર્થના દરેક કણનો કોઈ પણ ક્ષણે વેગ કેવો હોય છે? સમાન કે અસમાન?